કેરળના એર્નાકુલમ જિલ્લાની બે મહિલાઓને એક દંપતીએ લલચાવી, ‘મેલી વિદ્યા’ કરી શ્રીમંત બનવાની લાલચમાં હત્યા કરી હતી અને તેમના મૃતદેહોને ઘરમાં જ દફનાવી દીધા હતા. પોલીસે જણાવ્યું કે, લોટરી વેચતી આ બે મહિલાઓની હત્યા કર્યા બાદ મૃતદેહોને પથાનમથિટ્ટા જિલ્લાના એલાંથુર ગામમાં દફનાવવામાં આવી હતા. આ કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.