¡Sorpréndeme!

સાયક્લોનિક સર્કુલેશનની અસર: ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની શકયતા

2022-10-08 538 Dailymotion

હાલમાં રાજયમાં બેવડી ઋતુનો માહોલ છે. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી છે. પરંતુ સાયક્લોનિક સર્કુલેશનની અસર રાજ્યમાં જોવા મળી રહી છે તેના લીધે કયાંક વરસાદી ઝાપટા તો કયાંક ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજી પણ આવનારા ત્રણ દિવસ સુધી વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અમદાવાદ-ગાંધીનગર, મધ્યગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. જો કે 9મી ઑક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે, પરંતુ 15મી ઑક્ટોબર સુધી કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો કયાંક વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.