¡Sorpréndeme!

ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, કેનેડામાં નોકરી કરવા માટે શરતો મુકી

2022-10-06 3,477 Dailymotion

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ભારતમાં હાજર કેનેડાના હાઈ કમિશને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેઓ તેમના પસંદ કરેલા કોર્સની સત્તાવાર રીતે શરૂઆત ન કરે ત્યાં સુધી તેઓ દેશમાં કામ કરવાનું શરૂ કરી શકશે નહીં. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. કેનેડાને લઈને ભારતીયોમાં એટલો ક્રેઝ છે કે, તે વિદેશમાં ભણવા માટે બીજા નંબરનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે.