¡Sorpréndeme!

ગામ્બિયામાં 66 બાળકોના મોતને લઈને WHOની ચેતવણી

2022-10-06 620 Dailymotion

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ( WHO) ચેતવણી આપ્યા પછી પશ્ચિમ આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુને ભારતમાં બનેલી 4 કફ સિરપ સાથે જોડી શકાય છે. કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટિકલ દ્વારા ઉત્પાદિત કફ સિરપની તપાસ શરૂ કરી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે WHO એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) ને કફ સિરપ અંગે ચેતવણી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તરત જ આ મામલો હરિયાણા રેગ્યુલેટરી ઓથોરિટી સાથે ઉઠાવ્યો અને વિગતવાર તપાસ શરૂ કરી.