¡Sorpréndeme!

કર્ણાટક: સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે કરી પદયાત્રા

2022-10-06 223 Dailymotion

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી ગુરુવારે કર્ણાટકમાં ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી આ પદયાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા હતા. ભારત જોડો યાત્રા આજે પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે.

સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની પદયાત્રામાં સામેલ થયા જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.