યૂક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે રશિયન તાબાથી મુક્ત થયેલા યૂક્રેનના એક શહેરમાં રશિયન સૈન્યની ક્રૂરતાના પુરાવા મળ્યા છે. રશિયન સૈન્ય સાથે સહમત નહી થનારા લોકો પર અત્યાચાર ગુજારવા માટે આ શહેરમાં ટોર્ચર સેન્ટર સ્થાપવામાં આવ્યા હતાં અને તેમાં ઘણા લોકોને જીવતા દાટી દેવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે એટલું જ નહીં રશિયન સૈનિકોએ ટોર્ચર દરમિયાન લોકોના સોને મઢેલા જીવતા દાંત ખેંચી કાઢયા હોવાનું પણ બહાર આવ્યું છે.