હાલ અમદાવાદમાં તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે બીજી તરફ અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના શાહઆલમમાં અસામાજિક તત્વોનો જાહેરમાં આતંક મચાવ્યા હોવાની વીડિયો સોશિયલ મીડયા પર વાયરલ થયો છે. અહીંને એક ગેંગે જાહેરમાં આતંક મચાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અસામાજીક તત્વો ખુલ્લેઆમ તલવારો લઈને આવી પહોંચતા અહીં નાસભાગ મચી જવા પામી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આસપાસ ઘણા વાહનો પસાર થઈ રહ્યા છે તેમ છતાં અસામાજીક તત્વો બેફામ બની રસ્તા પર ખુલ્લેઆમ તલવારો લઈને ફરી રહ્યા છે. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.