¡Sorpréndeme!

સુરતમાં વિજયાદશમીના પર્વની ઉજવણી, હર્ષ સંઘવીએ હાજરી આપી

2022-10-05 137 Dailymotion

ગુજરાતભરમાં ઠેર-ઠેર આજે વિજ્યાદશમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, અસત્ય પર સત્યના વિજયના પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. સુરતમાં આવેલા અંબાનગર ખાતે 35 ફુટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અંબાનગર ખાતે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિજયા દશમી પર્વનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.