¡Sorpréndeme!

ખેડામાં પથ્થરમારાને લઇ હર્ષ સંઘવીની અસામાજિક તત્ત્વોને ચેતવણી

2022-10-05 1,037 Dailymotion

આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે ખેડામાં થયેલા પથ્થરમારાને લઈને આકરી પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાતમાં જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશેઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ખેડાના દ્રશ્યો આપણે જોયા નવરાત્રીનો તહેવાર શાંતિથી ઉજવાઇ રહ્યો છે ત્યારે કોઇ સમાજ દ્વારા નહીં એ ગામની અસામાજિક ટોળકી દ્વારા ગામની શાંતિ કંઇ રીતે ડોહળાય તેનો ચોક્કસ પ્રયત્નો કરવામાં આવ્યો. હું એવું માનું છું કે ગુજરાતમાં જે પણ લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.