¡Sorpréndeme!

તેહરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની માહિતી, ભારતીય એજન્સીઓ હરકતમાં

2022-10-03 128 Dailymotion

ઇરાનની એક ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર બાદ હડકંપ મચી ગયો હતો. આ વિમાન ભારતીય વાયુક્ષેત્રમાં હતું. ભારતે વિમાનને દિલ્હીમાં લેન્ડિંગ કરવાની મંજૂરી આપી નહોતી. માહિતી મળતાની સાથે જ ભારતીય વાયુસેના પણ એલર્ટ મોડ પર આવી ગઇ. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી બે સુખોઇ વિમાનને ફલાઇટની પાછળ લગાવી દીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી એરબેઝ પર લેન્ડિંગ કરવા માટે એરક્રાફ્ટ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ તેની પાછળ બે સુખોઈ વિમાન તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં પ્લેનમાં કોઈપણ પ્રકારનો બોમ્બ ન મળતા તેને ચીન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી.