¡Sorpréndeme!

રાજકોટ: PCR વાન અને બાઇક વચ્ચે ગમ્ખવાર અકસ્માત, એકનું મોત

2022-10-03 487 Dailymotion

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે ગમ્ખવાર અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ઓમનગર સર્કલ નજીક BRTS રોડ પર પોલીસ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીજે-03-એજી-1979 નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-03-ઇજી-6983 નંબરના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.