¡Sorpréndeme!

સુરત: મિત્રો સાથે માછલી પકડી રહેલા યુવાનનો પગ લપસતા મોતને ભેટ્યો

2022-10-02 449 Dailymotion

અડાજણ, હરીચંપા નજીક મહાદેવનગર કોલોનીમાં રહેતો દેવેન્દ્ર રમેશ રાઠોડ રવિવારે બપોરે મિત્રો સાથે તાપી નદીમાં માછલી પકડવા ગયો હતો. ત્યારે અકસ્માતે કાદવમાં પગ લપસતા દેવેન્દ્ર નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શરૂમાં મિત્રોએ દેવેન્દ્રને શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની કોઈ જાણ નહીં થતા બપોરે 1:41 વાગે તેઓ અડાજણ ફાયર સ્ટેશને દોડી ગયા હતા અને બનાવની જાણ કરી હતી.