¡Sorpréndeme!

રમત-ગમત ક્ષેત્રે ગુજરાતની હરણ ફાળ, 20 વર્ષોમાં વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

2022-10-02 171 Dailymotion

ગાંધીનગર, 2 ઓક્ટોબર, દેશમાં 36મી નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે કે રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવી રહ્યું હોય. સામાન્ય રીતે આવા મોટા પાયે સ્પોર્ટ્સના આયોજનોની તૈયારી માટે લગભગ 1થી 3 વર્ષનો સમય લેવામાં આવે છે, પરંતુ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે.