¡Sorpréndeme!

ઐતિહાસિક ભાષણ પછી રશિયા યુક્રેનના ચાર વિસ્તાર પર કબજો કરશે

2022-09-29 966 Dailymotion

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 30 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે યુક્રેનના ચાર પ્રદેશો પર નિયંત્રણ મેળવશે. તેઓ કરાર પર હસ્તાક્ષર પણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે અહીં ફક્ત રશિયન પ્રશાસકોની નિમણૂક કરવામાં આવશે. રશિયન મીડિયાએ ક્રેમલિનને ટાંકીને જણાવ્યું હતું કે મોસ્કોમાં એક કાર્યક્રમ યોજાશે અને પુતિન ઐતિહાસિક ભાષણ પછી સત્તાવાર રીતે યુક્રેનિયન પ્રદેશોનો કબજો લેશે.