¡Sorpréndeme!

જામનગરમાં ફુગ્ગા વેચવાવાળા ફેરીયાઓએ 34 લાખની ચોરીને અંજામ આપ્યો

2022-09-29 419 Dailymotion

જામનગરમાં એક મહિના પૂર્વે વકીલના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. 34 લાખની માતબર ચોરી સાતમ આઠમના તહેવારમાં ફુગ્ગા વેચવા આવેલી ગેંગ દ્વારા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનીકલ સ્ટાફની મદદથી મધ્યપ્રદેશના આરોપીઓએ કશ્મીરથી અટકાયત કરી 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગના ત્રણ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસની પકડથી બહાર છે. આરોપીઓ ફુગ્ગા વેન્ચ્વાને બહાને દિવસ દરમિયાન ઘરની રેકી કરતા હતા. જે બાદ આયોજન પૂર્વક બંધ બંગલાને ટાર્ગેટ બનાવ્યો હતો.