મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ઘાટડા પ્રાથમિક શાળાને આજરોજ વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને તાળાબંધી કરી હતી. વાલીઓનો આક્ષેપ છે કે શાળાની નજીકમાં મૃત પશુઓનો ખડકલો કરવામાં આવે છે. જેથી અસહ્ય દુર્ગંધ ઉદ્ભવી રહી છે. જેને કરાને વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાવવાની ભીતિ રહેલી છે.