¡Sorpréndeme!

Video: નાની નાની બાળાઓનો તલવાર રાસ જોનારા દંગ રહી ગયા

2022-09-28 175 Dailymotion

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં શેરી-1 માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે. આ ગ્રુપની બાળાઓના ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. પણ આ 35 વર્ષથી વધારે આશાપુરા ગ્રુપમાં નાની બાળાઓના હાથ માં તલવાર જોઈને જોનારા દંગ થઇ જાય છે.

જામનગરમાં 300થી વધારે પ્રાચીન ગરબી થાય છે.ત્યારે શહેરના ઘણા બધા ગરબામાં સમાજને કઈ ને કઈ સંદેશો મળે તે માટેના રાસનું પણ લોકો સમક્ષ યોજવામાં આવે છે. હાલ જામનગરમાં 40 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઇ રાસ રમે છે.