ભાવનગરના અલંગ ખાતે 12 માળનું આધુનિક સવલતોવાળુ ક્રુઝ શિપ ભંગાણ માટે આવ્યું છે. જેમાં સીંગા નામનું પેસેન્જર શિપ અલંગના મધદરિયે આવી પહોંચ્યું છે. તેમાં સીંગા પેસેન્જર
ક્રુઝમાં ડાન્સ કલબ, મોલ, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, સહિતની સગવડતાઓ છે. જેમાં અલંગના પ્લોટ નમ્બર 15 અનુપમા સ્ટીલ લિમિટેડ દ્વારા ભંગાણાર્થે ખરીદવામાં આવ્યું છે. તથા ક્રુઝ
શિપ સિંગા 22158 મેટ્રિક ટન વજન ધરાવતુ, 208 મિટર લાબું અને 29 મિટર પહોળું અને 24 મીટર ઊંડાઈ ધરાવે છે. 30 વર્ષ પહેલાં 1992માં સિંગા ક્રુઝ જહાજને મુસાફરો માટે તરતું
મુકવામાં આવ્યું હતું.