¡Sorpréndeme!

સુરતમાં યુવકને ચોર સમજીને માર મારી હત્યા કરાતા ચકચાર, CCTVમાં કેદ

2022-09-27 299 Dailymotion

સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે. અમરોલી વિસ્તારમાં એક યુવકને ચોર સમજી માર મારી હત્યા કરી દેવામાં આવી છે. યુવકને મારી મારી ફેંકી દેવામાં આવ્યો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સમગ્ર ખુલાસો થયો છે. તમામ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી નવા કોસાડ રોડ ઉપર હરિકૃષ્ણ રેસિડેન્સીમાં નિશાર સ્ક્રેપ સામે આવેલી દુકાનની બહારથી રવિવારે ખુરશી ઉપર બેસેલી અવસ્થામાં જ અજાણ્યા યુવકની ડેડબોડી મળી આવી હતી. તેના આખા શરીરે મૂઢ ઇજાના નિશાનો હોઇ દુકાનદારે પોલીસને જાણ કરતાં જ અમરોલી પોલીસ ઇન્સપેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટ સહિતનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો.