¡Sorpréndeme!

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

2022-09-27 412 Dailymotion

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, તેને બીજા રાઉન્ડનો દરોડો કહેવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓએ અલગ-અલગ જગ્યાએથી કુલ 17 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં આસામમાંથી 7 અને કર્ણાટકમાંથી 10 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીક પૃથની કેરળમાંથી ધરપકડ કરી હતી. જેના કારણે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નિશાના પર હતી.