રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના કોંગ્રેસ અધ્યક્ષ બનવા પહેલાં જ રાજસ્થાનમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અશોક ગેહલોત કોઇપણ કિંમતે સચિન પાયલટને મુખ્યમંત્રી બનતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે તેઓએ પોતાના સમર્થક ધારાસભ્યોનો સહારો લીધો છે તેવી ચર્ચા છે. ત્યારે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર એ ટ્વિટ કરતાં રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે. અહેમદ પટેલના પુત્રનું ટ્વિટ વાયરલ થયું છે.