¡Sorpréndeme!

સુરતમાં સ્કેટીંગ પર ગરબા, આવી રીતે કર્યું પ્રિ-નવરાત્રિનું સેલિબ્રેશન

2022-09-25 588 Dailymotion

સોમવારથી શરૂ થતી નવરાત્રિ પર્વને લઇને ખેલૈયાઓ, શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં ખેલૈયાઓના એક ગ્રુપ દ્વારા સ્કેટીંગ પર ગરબે ઘૂમીને પ્રિ-નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઘોડદોડ રોડ સ્થિત એક ક્લાસિસમાં નાની બાળકીઓ, યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સ્કેટીંગ પર દોઢીયા, દાંડીયા રાસ કર્યા હતા. સુરતમાં નવરાત્રિ પર્વ વેળાએ વિવિધ થીમ સાથે થતી ઉજવણીમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમતા હોય છે ત્યારે સુરતના ખેલૈયાઓએ સ્કેટીંગ પર ગરબા રમી સૌને દંગ કરી દીધા હતા.