¡Sorpréndeme!

UNGAના મંચ પર જયશંકરે સાધ્યુ પાકિસ્તાન-ચીન પર નિશાન

2022-09-25 820 Dailymotion

વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 77માં સત્રને સંબોધિત કરતા ચીન અને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ચીનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓને બ્લેક લિસ્ટ ન કરવા મામલાને વખોડ્યો હતો અને કડક સંદેશ પણ આપ્યો હતો. એસ જયશંકરે કહ્યું કે જેઓ આતંકવાદીઓનો બચાવ કરીને રાજકારણ કરે છે, તેઓ પોતાના જોખમે આવું કરે છે.