¡Sorpréndeme!

ફેડરરની ઇમોશનલ વિદાય, નાદાલ-જોકોવિચની આંખો પણ ભીંજાઈ

2022-09-24 623 Dailymotion

લગભગ બે દશકા સુધી વિશ્વ ટેનિસમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યા બાદ સ્વિર્ટ્ઝલેન્ડના રોજર ફેડરરે શુક્રવારે મોડી રાત્રે પોતાની છેલ્લી પ્રોફેશનલ મેચ રમી હતી. લેવર કપ ટેનિસમાં સ્પેનના સ્ટાર રફેલ નાદાલ અને ફેડરર જોડી બનાવીને રમ્યા હતા. તેમની સામે અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફો અને જેક સોકની જોડી હતી. ફેડરર અને નાદાલને આ મેચમાં 4-6, 7-6 (2), 11-9ના સ્કોરથી પરાજયનો સામનો કરવો પડયો હતો.