કેશોદમાં ટોળાએ હજારો લીટર દૂધ ઢોળ્યું છે. જેમાં ટોળુ માહી ડેરીમાં ઘુસી દૂધ ઢોળી ફરાર થઇ ગયુ હતુ. તેમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. કેશોદના માંગરોળ
રોડ પર ટુવ્હીલર સવાર અજાણ્યા ટોળાએ માહી ડેરીમાં આવી હજારો લીટર દૂધ ઢોળી નાખ્યું હતુ. તથા આ ટોળા દ્વારા અન્ય જગ્યાએ પણ ડેરી ચાલકોને ધમકાવ્યા હોવાની માહિતી
પોલીસને મળી છે.