¡Sorpréndeme!

અમદાવાદ શહેરમાં હવે વગર વરસાદે ભુવા પડવાના શરૂ

2022-09-21 560 Dailymotion

અમદાવાદ શહેરમાં હવે વગર વરસાદે પણ ભુવા પડી રહ્યા છે. જેમાં કોટ વિસ્તારના પ્રેમ દરવાજા પાસે મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો હતો. ટ્રાફિકથી ભરચક રહેતા રોડ પર ભુવો

પડવાથી વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ભુવાના કારણે રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો. પ્રજા ટેકસ ભરે છે પરંતુ અમદાવાદીઓને ભુવા નગરીથી ટેવાવું જ પડશે.

કેમ કે કોર્પોરેશન માત્ર દાવા કરવામાં માહિર છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પર ખાડા અને ભુવા પડી જ જાય છે.