ગજોધર ભૈયાના નામથી પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને લગભગ 40 દિવસ સુધી જીવનની લડાઈ લડ્યા બાદ આખરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું બુધવારે અવસાન થયું, તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. 42 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. વાસ્તવમાં, જીમ કરતી વખતે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. કોમેડિયન વિશેના આ દુઃખદ સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે. તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ એક ફેમસ કોમેડિયન છે અને તેણે લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.