¡Sorpréndeme!

જામનગરના શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો

2022-09-15 225 Dailymotion

જામનગરના શહેરને પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં લાલપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં નવા નીર આવ્યા છે. છેલ્લા

બે દિવસ દરમિયાનના લાલપુર પંથકના વરસાદના કારણે સસોઈ ડેમમાં વ્યાપક પ્રમાણમાં જળરાશી આવી છે, અને સસોઈ ડેમ પૂરો ભરાયો છે. સસોઈ ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોની

આતુરતાનો અંત આવ્યો છે અને જામનગરવાસીઓ ખુશખુશાલ બન્યા છે. તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા સસોઈ ડેમમાંથી પણ પ્રતિદિન પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.