દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે. મહેસાણા ACB માં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આથી વિપુલ ચૌધરી અને તેમના CAને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એસીબીને સોંપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચુક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.