¡Sorpréndeme!

કેશોદમાં આંગણવાડી કર્મચારીની રેલીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો

2022-09-13 264 Dailymotion

હાઈકોર્ટે વહીવટી તંત્રને રખડતા ઢોરને પકડવા માટે સુચન કર્યું છે તેમ છતાં કેશોદમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. આજરોજ કેશોદમાં શરદ ચોક ખાતે આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે રેલી કાઢી હતી. તે દરમિયાન રખડતા આખલાએ રેલીમાં જોડાયેલા લોકો ઉપર હુમલો કર્યો હતો. આખલાના હુમલાને લીધે 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ હતી. જે બાદ 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.