વડોદરામાં કપુરાઇ ચોકડી પાસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આજે જિલ્લા ભાજપના નવા કાર્યલયનું ખાતમુહૂર્ત કર્યું છે. જે બાદ તેમણે વડોદરા APMCમાં સભા પણ
સંબોધી હતી. ત્યારે વડોદરામાં સી.આર.પાટીલે આપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે હમણાં એક પાર્ટી વરસાદની જેમ આવી છે. આપ પાર્ટી કાર્યાલયના દાન પર સવાલ ઉઠાવે છે.
આપના ભાડાના ટટુઓ ગલીએ ગલીએ ફરે છે
ઉલ્લેખનીય છે કે આપના ભાડાના ટટુઓ ગલીએ ગલીએ ફરે છે. તથા આપ પાર્ટીએ નર્મદાના નીર સૌરાષ્ટ્ર-કચ્છમાં જતાં રોકયા છે. આપ પાર્ટી અર્બન નક્સલી પાર્ટી છે. તેથી અર્બન
નકસલીઓને ગુજરાતમાં ઘુસવા ના દેવાય. ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરીઓ છે. તેમાં આપ પાર્ટી 10 લાખ નોકરીઓ કેવી રીતે આપશે? ગુજરાત પોતે એક મોડેલ રાજ્ય છે. તથા
ભાજપના કાર્યકરોની કામગીરી પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જિલ્લા ભાજપ માટે 8 કરોડનું ફંડ 10 મિનિટમાં ભેગું થયું છે.
આપ પાર્ટી અર્બન નક્સલી પાર્ટી છે
સી.આર.પાટીલના આપ પર આડકતરો પ્રહાર કરતા જણાવ્યું છે કે હમણાં એક પાર્ટી આવે છે જેમ વરસાદ આવે તેમ એ પાર્ટી આવે છે. તે સીઝનલ ફ્રુટની જેમ આવ્યા જ કરે છે. તથા
કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું જે પાર્ટીની ડિપોઝીટો ડૂલ થઈ તે મુખ્યમંત્રી બનવવાના સપના જુએ છે. ચાર રાજ્યોના ઇલેક્શનમાં બધે હાર્યા છે. બધે મોટે ભાગે ડિપોઝીટો પણ ડૂલ થઈ
તોય બેશરમ લોકો મોટી વાતો કરે છે. આપણે આ ઇલેક્શનમાં બધી સીટો 50 હજારથી વધુ લીડથી જીતવાની છે.