હાલ ચોમાસાની ઋતુ બાદ અમદાવાદ શહેરના મોટા ભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખરાબ રસ્તાઓને લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓને લીધે અવારનવાર અકસ્માત થઇ રહ્યા છે. હાલ તો AMC દ્વારા રસ્તાઓ ઉપર પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેરના બિસ્માર રોડ રસ્તા અંગે અમદાવાદના મેયર દ્વારા એક ચોકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ અમદાવાદા રસ્તાઓ ખરાબ થવા પાછળ ખાનગી સંસ્થાઓને જવાબદાર ઠેરવી છે.