હરિધામ-સોખડાથી છેડો ફાડી પોતાનો અલગ ચોકો રચનારા પ્રબોધસ્વામીના સમર્થક સાધુ આનંદસાગરે અમેરિકાની ધરતી પર દેવાધિદેવ મહાદેવનું અપમાન કરતો વાણી-વિલાસ કર્યો
હતો. જેના પડઘા મહાદેવના ભક્તોમાં પડતા વિવાદ સર્જાયો છે.
સાધુની વીડિયોક્લિપ વાઇરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો
અમેરિકાની ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલા સાધુ આનંદ સાગરે તા.26મી ઓગસ્ટે શિબિરમાં વાણીવિલાસ કર્યો હતો. જેમાં, પ્રબોધસ્વામીનો મહિમા વધારવા ગપગોળા હંકારતા
જણાવ્યું હતું કે આત્મીય વિદ્યાધામની ધરતી ઉપર રહેતા નિશિત નામના સત્સંગી યુવાનને પ્રબોધસ્વામીએ કહ્યું હતું કે આત્મિય વિદ્યાધામના ગેટ પાસે જા, સાધુની આજ્ઞા માની નિશિત
મેઇન ગેટ પાસે પહોંચ્યો હતો. જ્યાં, બંધ ગેટની બહાર શિવજી ઊભા હતા ! પિક્ચરમાં જોઇએ છે એમ શિવજીની જટા હતી.
પ્રબોધસ્વામીનો મહિમા વધારવાની લહાયમાં સાધુએ બફાટ કર્યો
નાગ વિંટાળેલો હતો. રૂદ્રાક્ષ પહેરેલો હતો. એટલું જ નહિં, શિવજીના હાથમાં ત્રિશૂળ પણ હતું ! શિવજીને જોઇ નિશિતે પ્રાર્થના કરી હતી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો,
પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઇ જશે. ત્યારે, શિવજીએ એમને કહ્યું હતું કે પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગૃત નથી થયા, પણ મને તમારા દર્શન થઇ ગયા એ
અહોભાગ્ય છે, એમ કહીં, શિવજી નિશિતના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા. આવા ગપગોળા હંકારતા વાણીવિલાસની વીડિયોક્લિપ વાઇરલ થતા તેના ઊગ્ર પડઘા પડયા છે.
પ્રબોધસ્વામીએ સાધુને ટોક્યા કેમ નહીં ?
અમેરિકાની ધર્મયાત્રા દરમિયાન પોતાનો સમર્થક સાધુ શિબિરમાં જાહેર મંચ પરથી દેવાધિદેવ મહાદેવનું મહિમા ખંડન કરતો હોય, એવા ટાણે ત્યાં હાજર પ્રબોધસ્વામી શા માટે મૌન રહ્યા
? એ યક્ષપ્રશ્ન સંદર્ભે પણ આશ્ચર્ય સર્જાયું છે.