ગણેશોત્સવનો આરંભ થઈ ગયો છે. ગણેશોત્સવ દરમિયાન વિવિધ યુવક મંડળો દ્વારા વિવિધ પ્રકારના ડેકોરેશન કરવામાં આવતા હોય છે. તેવી જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં એક ગણેશ પંડાલમાં બાહુબલી ફિલ્મના સેટ જેવું એક મૂવિંગ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે. જે શ્રીજી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.