સુરતની મહિલા તબીબે અનોખા ગણપતિ બનાવ્યા છે. જેમાં ડોકટર આદિતીએ ગ્રીન કોર્ન ગણેશા બનાવ્યા છે. યુવાનોમાં ઇકો ફ્રેન્ડલીનો સંદેશ આપવા યુનિવર્સિટીમાં મકાઈના ગણેશજી
બિરાજમાન કરાયા છે. તેમાં 250 નંગ મકાઈનો ઉપયોગ કરી 5 દિવસની મહેનતે અનોખા મકાઈના ગણપતિ બનાવાયા છે. તેમજ મકાઈ અને મકાઈની છાલ વડે ગણેશજી બનાવાયા
છે. જેમાં દેશી મકાઈનો ઉપયોગ કરાયો છે. તથા મકાઈની છાલમાંથી નીકળતા કાળા રેસા વડે મુસ્ક બનાવાયા છે. એક બિલ્સના નાના મકાઈ વડે મુકુટ બનાવાયો છે. તથા વિસર્જન બાદ
મકાઈનું પ્રસાદ તરીકે વિતરણ કરાશે.