ઈરાકમાં રાજનીતિક સંકટ વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. ઈરાકના મુખ્ય નેતા અને શિયા મૌલવી મુક્તદા અલ-સદર દ્વારા રાજનીતિ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં 30 લોકો માર્યા ગયા છે. ઈરાકની વર્તમાન સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર પણ ચિંતિત બન્યું છે.