ખેડા જિલ્લાના ઠાસરાના ઓજરાળા ગામમાં દૂધ મંડળી દ્વારા પશુપાલકોનું દૂધ લેવામાં નહિ આવતા પશુપાલકોએ મંડળીની બહાર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે મંડળીના ચેરમેન અને સેક્રેટરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના લીધે મંડળીનું કામકાજ ખોરંભે ચડ્યું છે.