¡Sorpréndeme!

પાકિસ્તાની ખેલાડીને મળતી ફી ભારતીય ચલણમાં ગણીએ તો

2022-08-29 339 Dailymotion

ગઈ કાલે મેચ જીતી ગયાનો નશો આમ તો હજુ નહીં જ ઉતાર્યો હોય ત્યારે શું તમને ખબર છે ભારતીય ક્રિકેટરની સરખામણીમાં પાકિસ્તાનના ક્રિકેટર્સની ફી શું હોય છે?
ભારતીય ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વન ડે માટે 6 લાખ રૂપિયા અને એક ટી-20 મેચ રમવા માટે 3 લાખ રૂપિયા મળે છે. જો કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં હિસ્સો નથી, તો તેને આ રકમના 50 ટકા મળે છે.
અને પાકિસ્તાનની વાત કરું તો એક ટેસ્ટ મેચ માટે પાકિસ્તાની પ્લેયર્સને લગભગ 8,00,000 આસપાસ પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે. જ્યારે એક વન ડે માટે 5,00,000 તેમજ એક ટી-20 મેચ માટે 3,70,000 આસપાસના પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે.
જણાવી દઈએ કે, ભારતીય રૂપિયાની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયો નબળો છે. એક પાકિસ્તાની રૂપિયાની કિંમત ભારતીય ચલણમાં 0.36 પૈસા સમાન છે. એવામાં જો સરખામણી કરીએ તો પાકિસ્તાની ખેલાડીઓને એક ટેસ્ટ માટે અંદાજે 3 લાખ ભારતીય રૂપિયા મળે છે. આજ રીતે વન ડે માટે 1.87 લાખ અને ટી-20 મેચ રમવા માટે 1.35 લાખ ભારતીય રૂપિયા મળે છે...