ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ અત્યારથી રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યાં છે. આજ ક્રમમાં PM મોદી આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે કચ્છની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાનની કચ્છ મુલાકાતને રણમાં કમળ ખીલવવા માટે ભાજપની મહેનત તરીકે જોવામાં આવી રહી છે.