¡Sorpréndeme!

તેલના ડબ્બાની ચોરી કરવાની તરકીબ અજમાવવી ભારે પડી, એકની ધરપકડ

2022-08-26 1 Dailymotion

તેલના ડબ્બામાં સતત થઇ રહેલાં વધારાએ ચોરોને પણ નવો ધંધો આપ્યો હોય તેમ સુરતના કોસાડના મોબાઇલ રિપેરિંગ કરનાર વ્યક્તિએ રોકડી કરવા 14 ડબ્બા ચોરી કર્યા હતા. ગ્રાહકના સ્વાંગમાં જઇ તેલનો ડબ્બો ચોરી એક્ટિવા ઉપર ભાગી જતાં આ ચોરનો વિડીયો પણ સામે આવ્યો હતો.
અમરોલી વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસથી વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. તેમને ત્યાં એક યુવાન મોપેડ ઉપર કરિયાણું ખરીદવા આવતો હતો. આ યુવાન શરૂઆતમાં તેલના બે-ત્રણ ડબ્બાનો ઓર્ડર આપી તે બહાર કઢાવ્યા બાદ છુટક ચોખા કે લોટનો ઓર્ડર આપતો હતો. દુકાનદાર આ ઓર્ડર તોલવાની પ્રોસિજર કરતો હોય તે દરમ્યાન આ યુવાન તેલના ડબ્બા મોપેડ ઉપર મૂકી રફુચક્કર થઇ જતો હતો. અમરોલી માન સરોવર વિસ્તારમાં આવેલી દુકાનમાંથી સીસીટીવી પણ મળી આવતાં વેપારીઓ અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં ત્રણ વેપારીઓની ફરિયાદ નોંધી ફૂટેજને આધારે કોસાડ આવાસમાં રહેતાં અને મોબાઇલ રિપેરીંગનો વ્યવસાય કરતાં અરબાઝ ગુલામ શેખને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી 35 હજારની કિંમતના તેલના 14 ડબ્બા પણ કબજે કર્યા હતા.