¡Sorpréndeme!

જૂનાગઢ-જેતપુર હાઇવે ઉપર પેટ્રોલ પંપમાંથી 1.38 લાખની ચોરી

2022-08-25 247 Dailymotion

જુનાગઢ જેતપુર હાઇવે પર વડાલ ચોકી પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં આજે વહેલી સવારે બે બુકાનીધારીઓએ પેટ્રોલ પંપની ઓફિસના તાળા તોડીને 1.38 લાખ રોકડાની ચોરી કરી ગયા અને ઘટના સામે આવી છે. જૂનાગઢમાં મધુરમ બાયપાસ ઉપર રહેતા દેવાયતભાઈ જગમાલભાઇ બકોત્રા અને પ્રભાતભાઈ વિક્રમભાઈ ચાવડાની ભાગીદારીમાં આવેલો જુનાગઢ જેતપુર હાઇવે ઉપરનો કેશવ પેટ્રોલ પંપમાં ચોરીની ઘટના બનેલી છે. આ અંગે દેવાયતભાઈએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આજે રાતના પેટ્રોલ પંપ ઉપર કામ કરતા તેમના માણસ જેન્તીભાઈનો ફોન આવેલો કે પેટ્રોલ પંપમાં ચોરી થયેલ છે, જેને લઈને તેઓ સ્થળ ઉપર રૂબરૂ જતા તપાસ કરીતો પેટ્રોલ પંપની મુખ્ય ઓફિસના દરવાજાના તાળા તોડીને કોઈ ટેબલના ખાનામાંથી વેપારના 1.38,760 રૂપિયા રોકડા ચોરી કરી ગયાનું માલુમ પડ્યું હતું. અહીના સીસીટીવી તપાસતા રાતના 3:30 થી 4:30 કલાક દરમિયાન બે બુકાનીધારીઓ ઈસમો તાળા તોડીને ચોરી કરી ગયાની ઘટના કેદ થયાનું દેખાતા આ અંગે તેઓએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.