¡Sorpréndeme!

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ- ‘ભાજપમાં ભરતી, કોંગ્રેસમાં ઓટ’

2022-08-21 1,607 Dailymotion

આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. હજુ ગઈકાલે જ મુખ્યમંત્રીએ બબ્બે કેબિનેટ મંત્રીઓને કટ ટુ સાઈઝ કર્યાં હતા. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ, પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન છીનવાયા હતા. એક તરફ બીએલ સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તો બીજી તરફ વિધાનસભા ચૂંટણી પૂર્વે શંકરસિંહ બાપુ સક્રિય થઈ ગયા છે. જ્યારે કોંગ્રેસના વધુ એક નેતા પંજાનો સાથ છોડીને કેસરિયા કરવા જઈ રહ્યાં છે. જેમાં પ્રાંતિજ-તલોદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આવતીકાલે કોંગ્રેસનો સાથ છોડી સમર્થકો સાથે કમલમમાં પ્રદેશપ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કરશે.