નોઈડામાં એક મહિલાએ ગાર્ડ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા ગાર્ડ સાથે બહુજ ઉદ્ધતાઇથી વાત કરી રહી છે. એટલુંજ નહી મહિલાએ સોસાયટીના ગાર્ડને માર માર્યો છે. મહિલાએ બિહારના લોકોને અપશબ્દો કહ્યા છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, ગેટ ખોલવામાં મોડું થવાને કારણે મહિલા ગુસ્સે થઈ ગઈ, ત્યારબાદ આ આખી ઘટના બની.