¡Sorpréndeme!

હજારો ભાવિક ભક્તોએ કર્યા રણછોડરાયજીની આરતીના દર્શન

2022-08-19 826 Dailymotion

આજરોજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. ભાવિક ભક્તોના જાય શ્રી કૃષ્ણના જયઘોષથી સમગ્ર ડાકોર કૃષ્ણમય બન્યું છે. ત્યારે ડાકોરના રણછોડરાયજીની સંધ્યા આરતીમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હજારો ભક્તોએ ઠાકોરજીની આરતીના દર્શનનો લાભ લીધો હતો.