¡Sorpréndeme!

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી । ફિનલેન્ડના PMએ દારૂ પી મસ્તી કરી

2022-08-19 150 Dailymotion

મહાનગર મુંબઈમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. બોરીવલી વેસ્ટમાં સાંઈબાબા નગરમાં બનેલી ઘટનામાં આ ઈમારત ધરાશાયી થઈ છે. જોકે આ ઈમારત જર્જરિત હોવાથી ખાલી કરાવવામાં આવી હતી. તો ફિનલેન્ડના વડાપ્રધાન સના મરીનનો દારૂ પીને ધમાલ માચવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો જોઈએ ‘છ વાગે 16 રિપોર્ટર’માં દેશ-વિદેશના વિવિધ સમચારો...