જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ દ્વારકા નગરીને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે.