¡Sorpréndeme!

આજવા સરોવરમાં સતત પાણીની આવક

2022-08-16 86 Dailymotion

વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 15મી ઓગસ્ટની રાત્રે 12:00 વાગે 212 ફૂટની સપાટીએ સેટ કરવામાં આવતા આજવા સરોવરમાં હવે 31 ઓગસ્ટ સુધી 212 ફૂટના લેવલ સુધી પાણી ભરી શકાશે. આજે સવારે આજવાનું લેવલ 211.25 ફૂટ હતું. હજુ તારીખ 2 ઓગસ્ટના રોજ સરોવરનું લેવલ 15 દિવસના એકધારા ઘટાડા પછી 211 ફૂટ થતાં 62 દરવાજામાંથી પાણીનો ઓવરફ્લો બંધ થયો હતો. જોકે અઠવાડિયા અગાઉ વરસાદને લીધે આજવાનું લેવલ ફરી વધતા 62 દરવાજામાંથી ઓવરફ્લો ચાલુ થયો હતો, અને આ લેવલ વધીને 211.30 ફૂટ સુધી પહોંચી ગયું હતું, પરંતુ વરસાદ બહુ નહીં હોવાથી લેવલ ધીમે ધીમે ઘટી રહ્યું હતું.