¡Sorpréndeme!

માતાજીના ઝુલા અને નવદુર્ગા મંદિર વચ્ચે રસ્તો જોખમી બન્યો

2022-08-14 3 Dailymotion

અંબાજી માતાના ગબ્બર પર ચાલતા જવાના માર્ગે માટી અને પથ્થર ખસતા યાત્રિકોની સુરક્ષા માટે રસ્તો બંદ કરાયો છે. તેમજ ગબ્બર દર્શન ચાલુ છે. શક્તિ, ભકિત અને આસ્થાનો

ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે.

માતાજીના ઝુલા અને નવદુર્ગા મંદિર વચ્ચે રસ્તો જોખમી બન્યો

ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાથી વિવિઘ વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યુ છે. અંબાજીની વાત કરવામાં આવે તો આ વિસ્તાર અરાવલી પર્વતમાળાની

વચ્ચે આવેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ આ પંથકમાં પડવાથી કેટલીય જગ્યાએ ભેખડો ધસી આવનાની અને પથ્થરો પડવાના બનાવ સામે આવી રહ્યા છે. અંબાજીથી 3

કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર ચાલતાં જવાના માર્ગ પર માટી ખસી જવાથી અને પથ્થર હટવાથી મોટો ખાડો બની ગયો છે. ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે શ્રી આરાસુરી અંબાજી

માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ગબ્બર ચાલતા જવાના માર્ગને બંધ કરી સિકયુરિટી ગાર્ડ બેસાડી બોર્ડ લગાવવામાં આવ્યા છે. અને યાત્રીકો માટે ગબ્બર ઉતરવાના રસ્તે ઉપર જઈ અને પાછા

એજ રસ્તે નીચે આવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ગબ્બર ચાલતાં જવાનો માર્ગ બંધ કરાયો છે

ગબ્બર પર્વતમાં અંબાનુ મૂળ સ્થાનક છે અને યાત્રીકો અંબાજી મંદિરના દર્શન કરીને ગબ્બર પર્વત પર મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા અચુક જાય છે. ગબ્બર પર્વત પર રોપવે

ની સર્વિસ પણ યાત્રીકો માટે શરૂ છે અને યાત્રિકોને ચાલતા ગબ્બર જવું હોય તે માટે ગબ્બર ચાલતા જવાના 1000 પગથીયા છે અને ઉતરવાના 765 પગથીયા છે. આમ ચાલતાં જવાના

રસ્તા પરથી પરત ઉતરવાના રસ્તે નીચે આવવાથી આખા પર્વતની પ્રદક્ષિણા થાય છે. પરંતુ છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદના પગલે ગબ્બર ચાલતા જવાના માર્ગ પર ગબ્બર

માતાજીના ઝુલા અને નવદુર્ગા મંદિરની વચ્ચે પગથીયા નીચે ધોવાણ થતાં માટી ખસી ગઈ હતી અને પથ્થર ખસતા મોટો ખાડો બની ગયો છે અને આજ કારણે શ્રી આરાસુરી અંબાજી માતા

દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ગબ્બર ચાલતા જવાનો માર્ગ બંદ કરવામાં આવ્યો છે અને મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર જનતા માટે બોર્ડ લગાવવામાં આવેલ છે.