¡Sorpréndeme!

આઝાદી કા અમૃત મહોત્સવ: તિરંગા રંગે રંગાયો સરદાર સરોવર ડેમ

2022-08-13 1,102 Dailymotion

દેશ આઝાદીની 75મીં વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાનના ભાગરુપે દેશમાં ઠેર-ઠેર તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે, તો બીજી તરફ ઐતિહાસિક સ્મારકો પણ તિરંગા રંગે રંગાયેલા જોવા મળી રહ્યાં છે.


“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરુપે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા રંગે રંગાયેલા સરદાર સરોવર ડેમનો આ નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા.