¡Sorpréndeme!

VIDEO : નર્મદા નદીમાં પાણી છોડાતા વિયર ડેમની સપાટી બે મીટર વધી

2022-08-12 391 Dailymotion

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વડોદરાની નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં 54 હજાર ક્યુસેક પાણી ઠલવાતા પાણીની આવકમાં વધારો થયો છે. તો નર્મદા નદી પર ગરૂડેશ્વર ખાતે આવેલો વિયર ડેમની સપાટી પણ બે મીટર વધવા પામી છે. ઉપવાસમાંથી પાણી છોડાતા અને નદીના જળસ્તરમાં વધારો થતાં અહીં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.